Posts

ગણદેવી : ગણદેવી તાલુકાના વાઘરેચ ખાતે આવેલ કાવેરી નદી પર ટાઈડલ રેગ્યુલેટર ડેમનું નિર્માણ કામગીરીની ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ દ્વારા સમીક્ષા.

Image
ગણદેવી : ગણદેવી તાલુકાના વાઘરેચ ખાતે આવેલ કાવેરી નદી પર  ટાઈડલ રેગ્યુલેટર ડેમનું નિર્માણ કામગીરીની ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ દ્વારા સમીક્ષા. ગણદેવી તાલુકાના વાઘરેચ ખાતે આવેલ કાવેરી નદી પર રૂ. 250 કરોડના ખર્ચે ટાઈડલ રેગ્યુલેટર ડેમનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટ થકી બીલીમોરા શહેર અને ગણદેવી તાલુકાના ગામોમાં પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે.  આ વર્ષના ચોમાસાની શરૂઆત થતાં જ ડેમ ઓવરફ્લો થતાં સાઈટની સ્થળ મુલાકાત લઇ, કામગીરીની સમીક્ષા કરી, યોગ્ય સૂચનો આપ્યાં. ગણદેવી તાલુકાના વાઘરેચ ખાતે આવેલ કાવેરી નદી પર રૂ. 250 કરોડના ખર્ચે ટાઈડલ રેગ્યુલેટર ડેમનું નિર્માણ કરવામાં આવી રહ્યું... Posted by  Naresh Patel  on  Saturday, July 6, 2024

નવસારી: શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ વિશેષ:

Image
    નવસારી: શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી  મહોત્સવ વિશેષ: નવસારી જિલ્લામાં જિલ્લા વિદ્યા સમીક્ષા કેન્દ્રનો પ્રારંભ શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક પ્રવૃત્તિઓના મોનિટરીંગ અને ટ્રેકિંગ માટે ઉપયોગી બનશે જિલ્લા વિદ્યા સમીક્ષા કેન્દ્ર નવસારી જિલ્લા વિદ્યા સમીક્ષા કેન્દ્રનું ઉદઘાટન કરતા રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ - સંકલન-વૈશાલી પરમાર નવસારી,તા.૦૧: પાયાના સ્‍તરે થતી શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક પ્રવૃત્તિઓના મોનિટરીંગ અને ટ્રેકિંગ માટે તેમજ વિવિધ સ્તરે કાર્યરત શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્‍ટાફની કામગીરીના મોનિટરીંગ માટે સમગ્ર શિક્ષા (SSA), શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા તમામ જિલ્લા કક્ષાએ જિલ્લા વિદ્યા સમીક્ષા કેન્દ્ર ફોર સ્‍કુલ્‍સ વિકસાવવામાં આવ્યું છે. તાજેતરમાં યોજાયેલ શાળા પ્રવેશોત્સવ દરમિયાન નવસારી જિલ્લામાં રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુકેશભાઇ પટેલના વરદ હસ્તે નવસારી શિક્ષણ વિભાગના તાલીમ ભવન ખાતે નવસારી જિલ્લા વિદ્યા સમીક્ષા કેન્દ્રનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીશ્રીએ જિલ્લા વિદ્યા સમીક્ષા કેન્દ્ર ફોર સ્‍કુલ્‍સ પોર્ટલ અંગે તથા તેના અ

ધરમપુર તાલુકાના મોટીઢોલડુંગરી ગામે અતુલ ફાઉન્ડેશન વલસાડ અને કોહેઝન ફાઉન્ડેશન ટ્રસ્ટ ધરમપુર દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો.

Image
  ધરમપુર તાલુકાના મોટીઢોલડુંગરી ગામે અતુલ ફાઉન્ડેશન વલસાડ અને કોહેઝન ફાઉન્ડેશન ટ્રસ્ટ ધરમપુર દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો. તા.03/07/2024 ના દીને ધરમપુર તાલુકાના મોટીઢોલડુંગરી ગામે અતુલ ફાઉન્ડેશન વલસાડ અને કોહેઝન ફાઉન્ડેશન ટ્રસ્ટ ધરમપુર દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આપણી પૃથ્વી પર વધતું જતું કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણને ઘટાડવા અને ઓક્સિજન વાયુનું પ્રમાણ વધારવા અને આપણી પ્રકૃતિ બચવા માટેનો એક નાનકડો પ્રયાસ કરવામાં આવ્યો જેમાં ધરમપુર તાલુકા પંચાયત સદસ્યશ્રી કલ્પેશભાઈ પટેલ, ગામના ડેપ્યુટી સરપંચશ્રી વિલિયમ પટેલ,ગ્રામ પંચાયતના સભ્યશ્રી મગનભાઈ,ગ્રામ પંચાયતના સભ્યશ્રી જયેશભાઈ અને ગ્રામજનો સાથે સહકારમાં જોડાયા હતા જય જોહાર *આજરોજ તા.03/07/2024 ના દીને ધરમપુર તાલુકાના મોટીઢોલડુંગરી ગામે અતુલ ફાઉન્ડેશન વલસાડ અને કોહેઝન ફાઉન્ડેશન... Posted by  Kalpesh Patel  on  Tuesday, July 2, 2024

ઉચ્છલમાં શિક્ષકોની કો-ઓપરેટિવ ક્રેડિટ સોસા.ની ૬૦મી વાર્ષિક સભા

Image
                    Post credit : Sandesh news  ધારાસભ્ય દ્વારા મંડળીને ૨૦૦ ખુરશી ભેટ અપાઇ ઉચ્છલમાં શિક્ષકોની કો-ઓપરેટિવ ક્રેડિટ સોસા.ની ૬૦મી વાર્ષિક સભા વ્યારા : ઉચ્છલ શિક્ષક સહકાર ભવન ખાતે તા. ૨૯-૬-૨૪ના રોજ ધી ઉચ્છલ તાલુકા શિક્ષકોની પ.ક. કો- ઓપ.ક્રેડિટ સોસાયટી લિ.ની ૬૦મી વાર્ષિક સાધારણ સભા ૧૭૨ નિઝર વિધાનસભાના ધારાસભ્ય डो. જયરામભાઈ ગામીતની ઉપસ્થિતિમાં યોજાઈ હતી, જેમાં એજન્ડાનાં તમામ કામો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય ડો. જયરામભાઈ ગામીતના હસ્તે ટીચર સોસાયટી ઉચ્છલની નવી ઓફિસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમણે શિક્ષકોની કામગીરીના વખાણ કરતા જણાવ્યું હતું કે દરેક વ્યક્તિ વિકાસમાં શિક્ષકોનો મહત્ત્વનો મોટો ફાળો હોય છે. ધારાસભ્ય દ્વારા મંડળીને ૨૦૦ ખુરશી ભેટ આપવામાં આવી હતી. સભાના પ્રમુખ તરીકે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ તાપીના માજી પ્રમુખ જકનભાઈ ચૌધરીની વરણી કરવામાં આવી હતી. મંત્રી કાંતુભાઈ વસાવાએ એજન્ડા મુજબની કામગીરી હાથ ધરી કામોને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. સભાનું સંચાલન અરવિંદ ગામીત તથા જિતેન્દ્રભાઇ વસાવે દ્વારા કરવામાં આવ્યું હતું. સાધારણ સભામાં જિલ્લ

Valsad District latest news : 02-07-2024

Image
   Valsad District latest news : 02-07-2024 ધરમપુરમાં દિવ્યાંગ બાળકોને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.કરણરાજ વાઘેલાના હસ્તે કીટ વિતરણ કરાઈ માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨... Posted by  INFO Valsad GOV  on  Tuesday, July 2, 2024 વલસાડ જિલ્લાના યાત્રાધામો અને ધાર્મિક સ્થળોને હરિયાળા બનાવવા માટે વૃક્ષારોપણ અભિયાન હાથ ધરાશે --- જિલ્લા કલેકટરશ્રીએ... Posted by  INFO Valsad GOV  on  Tuesday, July 2, 2024 વલસાડ જિલ્લામાં ગુમ/અપહરણ થયેલા ૭૯ બાળકો/વ્યકિતઓને બે માસમાં પોલીસે શોધી કાઢ્યા ---- ટેકનિકલ સોર્સિસ તથા હ્યુમન... Posted by  INFO Valsad GOV  on  Tuesday, July 2, 2024 રથયાત્રા તહેવારને પગલે વલસાડ જિલ્લામાં તા. ૧૫ જૂલાઈ સુધી હથિયારબંધી માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૨ જૂલાઈ આગામી... Posted by  INFO Valsad GOV  on  Tuesday, July 2, 2024 કપરાડામાં મહિલા સહાયતા કેન્દ્રનું ઉદઘાટન કરાયું માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨ જુલાઈ કપરાડા પોલીસ સ્ટેશન ખાતે નવા પોલીસ... Posted by  INFO Valsad GOV  on  Tuesday, July 2, 2024 વલસાડ જિલ્લા કલેકટરશ્રી અનસૂયા જ્હાના અધ્યક્ષસ્થાને "મિશન શક્તિ" યોજના અંતર્ગત ત્રિ-માસિ

Gandevi: ધી ગણદેવી તાલુકા ટીચર્સ કો -ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની વાર્ષિક સાધારણ સભા સોમનાથ પ્રા.શાળા બીલીમોરા ખાતે યોજાઈ.

Image
 Gandevi: ધી ગણદેવી તાલુકા ટીચર્સ કો -ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની વાર્ષિક સાધારણ સભા સોમનાથ પ્રા.શાળા બીલીમોરા ખાતે યોજાઈ. ધી ગણદેવી તાલુકા ટીચર્સ કો -ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની વાર્ષિક સાધારણ સભા પ્રમુખ શ્રી જયેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સોમનાથ પ્રા.શાળા બીલીમોરા ખાતે યોજાઈ.. ૨૪ નિવૃત્ત થતા શિક્ષકોને સન્માન પત્ર એનાયત કરી બહુમાન કરવામાં આવ્યું.. મંડળીના લેખા - જોખા, હેવાલ - હિસાબ મંજૂર કરવામાં આવ્યા..  વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત વિધાર્થીઓ અને શિક્ષકોનું સ્મૃતિ પત્ર અને ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા.. રીકરીગ યોજનામાં રોકાણ કરનારા સભાસદોને પુરસ્કૃત કર્યો..  મંડળીના નિવૃત્ત થતા ત્રણ કારોબારી સભ્યશ્રીઓ અને બે આંતરિક ઓડિટરશ્રીઓ ને વિશેષઃ સન્માન આપવામાં આવ્યું.. આમંત્રિત મહેમાનોમા શ્રી પીચીભાઇ ઓનર જયહિંદ હોટલ ચીખલી, SBI મેનેજર શ્રી જીગરભાઇ ગણદેવી બ્રાન્ચ અને  મનોજભાઈ લાડ ઓનર બી.ડી.ઈલેક્ટ્રીકલ, ચીખલીની વિશેષ ઉપસ્થિત રહી...અને રાષ્ટ્રગાન કરી સભા પૂર્ણ કરવામાં આવી... મોટી સંખ્યામાં સભાસદ શિક્ષકો ઉપસ્થિત રહી સુરૂચિ ભોજનની લિજ્જત માણી હતી.

Ahwa (Dang) :ડાંગ જિલ્લામાં આદિવાસીઓ દ્વારા પારંપરિક તેરા તહેવારની ઉજવણી.

Image
   Ahwa (Dang) :ડાંગ જિલ્લામાં આદિવાસીઓ દ્વારા પારંપરિક તેરા તહેવારની ઉજવણી. Courtesy: Sandesh news paper  ડાંગ જિલ્લામાં તેરા તહેવારની હર્ષોઉલ્લાસ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. તેરા તહેવારએ ચોમાસાની ઋતુમાં ડાંગી આદિવાસીઓ માટે વર્ષનો પ્રથમ તહેવાર ગણવામાં આવે છે. ડાંગ જિલ્લામાં આદિવાસીઓનાં દરેક તહેવારો પ્રકૃતિ સાથે જોડાયેલા છે. તેરા તહેવાર નિમિત્તે જંગલમાંથી તેરા છોડનાં પાંદડા લાવી તેની પૂજા કરવામાં આવે છે. આળુના કંદને ફણગો થઈ પાન આવતા લગભગ ૧૫-૨૦ દિવસ વિતી જાય અને અષાઢ માસ આવે ત્યારે તેરા પર્વ ઉજવાય છે, ડાંગ જિલ્લાનાં દરેક ગામડાઓમાં પાટીલ, કારબારી અને આગેવાનો સાથે મળીને તેરા તહેવારની ઉજવણી વિશે દિવસ નક્કી કરતા હોય છે.  આ દિવસે આદિવાસીઓ નવા થયેલા આળુના પાંદડા લાવી તે બાફી ( રાંધી ) તેનુ શાક બનાવે છે, તે દિવસે પાંદડાનું મહત્વ ઘણુ જ હોય છે. પ્રથમએ પાંદડા લાવી ઘર પર મુકવામાં આવે છે અને જ્યારે ગાંવદેવી અને ગામની સીમ પર આવેલા વાઘદેવની પૂજા થાય, ત્યાર પછી જ તે પાંદડા પર પાણી છાંટીને ઘરમાં લાવવામાં આવે છે અને શાક કે ભાજી બનાવામાં આવે છે. એ નવુ શાક પ્રથમ કુળદેવી-ગાંવદેવીને નૈવેધ ધરવામાં આવે છે.