Posts

Showing posts from June, 2024

Surat (Olpad) ઓલપાડ તાલુકાના લવાછા ગામે તાલુકા કક્ષાના '૭૫મા વન મહોત્સવ'ની ઉજવણીમાં સહભાગી થતા વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ

Image
             ગ્રીન ગુજરાત, ક્લીન ગુજરાત Surat (Olpad) ઓલપાડ તાલુકાના લવાછા ગામે તાલુકા કક્ષાના '૭૫મા વન મહોત્સવ'ની ઉજવણીમાં સહભાગી થતા વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ રૂ.૩૦ લાખના ખર્ચે નવનિર્મિત 'પંચવટી વિકાસ કેન્દ્ર'નું લોકાર્પણ કરતા વનમંત્રી મુકેશભાઈ પટેલ વૃક્ષોનું વાવેતર વધારવાના ભાગરૂપે વનમંત્રીએ રોપા વિતરણ માટે વૃક્ષયાત્રા રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ઓલપાડ તાલુકાના લવાછા ગામે સામાજિક વનીકરણ વિભાગ,સુરત વિસ્તરણ રેન્જ-ઓલપાડ દ્વારા તાલુકા કક્ષાના '૭૫માં વન મહોત્સવ'ની ઉજવણી કરાઇ હતી. જે અંતર્ગત મહત્તમ વૃક્ષો વાવી પર્યાવરણ જતનના સંદેશ સાથે લવાછા ગામે રૂ.૩૦ લાખમાં નવનિર્મિત 'પંચવટી વિકાસ કેન્દ્ર'નું મંત્રીશ્રીએ લોકાર્પણ કર્યું હતું. જેમાં કોમ્યુનિટી હોલ, શૃંગાર રૂમ, રસોડું, સ્ટોર રૂમ અને શૌચાલય સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે. મંત્રીશ્રીએ વૃક્ષોનું વાવેતર વધારવાના ભાગરૂપે રોપા વિતરણ માટે વૃક્ષયાત્રા રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.              આ પ્રસંગે વનમંત્રીશ્રીએ દરિયાકિનાર

માંગરોળ: વાવણી-પાકની કાપણી પહેલાં બણભા ડુંગરે અનાજ ચઢાવવાની અનોખી પ્રથા

Image
  માંગરોળ: વાવણી-પાકની કાપણી પહેલાં બણભા ડુંગરે અનાજ ચઢાવવાની અનોખી પ્રથા  માહિતી સ્રોત : સંદેશ ન્યુઝ 30-06-2024 બણબાદાદા, ગોવાલદેવ, કાળીકામાતા અને હનુમાન દાદાનું સ્થાનક  લીલીછમ વનરાજી, પક્ષીઓનો કલરવ સાંભળવા ૩૮૦ પગથિયાં ચઢવા પડે માંગરોળ તાલુકાના રટોટી, સણધરા, ઓગણીસા ગામની વચ્ચે આવેલા બણભા ડુંગરને ગરને પાંચ કરોડના ખર્ચે વન પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવ્યો છે. અહીં દર્શનાર્થીઓ અને સહેલાણીઓ શનિ-રવિની રજા માણવા પણ આવે છે. હાલ ચોમાસાની ઋતુમાં જંગલમાં લીલી ચાદર ઓઢેલા બણભા ડુંગરનો મનમોહક આહલાદક નજારો અને વિવિધ જાતના પક્ષીઓનો કલકલાટ સાંભળવાનો લહાવો પ્રવાસીઓએ અચૂક લેવો જોઈએ. આદિવાસીઓ દર વર્ષે વાવણી પહેલા અને પાકની કાપણી વખતે અનાજ ચઢાવવા માટે અહીં આવે છે. માંગરોળ તાલુકામાં મોટાભાગના વિસ્તારમાં આદિવાસીઓ વસવાટ કરે છે. વનરાજીથી ધેરાયેલા બણભા ડુંગરને વિકસાવવામાં ધારાસભ્ય ગણપત વસાવવાનો પણ સિંહફાળો છે. સુરત જિલ્લાનો સૌથી ઊંચો આ ડુંગર સુરતથી ૭૦ કિલોમીટર, માંડવીથી ૨૨ કિલોમીટર અને માંગરોળથી અંદાજે ૧૮ કિલોમીટરે અને વાંકલથી આઠ કિલોમીટરના અંતરે આવેલો છે. વન વિભાગ દ્વારા બણભા ડુંગર પર ચઢવા માટે ૩૮૦ પગ

Khergam: કુમારશાળા ખેરગામ અને કન્યાશાળા ખેરગામનો સંયુક્ત શાળા પ્રવેશોત્સવ 2024 ઉજવાયો.

Image
Khergam: કુમારશાળા ખેરગામ અને કન્યાશાળા ખેરગામનો સંયુક્ત શાળા પ્રવેશોત્સવ 2024 ઉજવાયો. આજરોજ તા.26/06/2024 ના બુધવારના દિને કુમારશાળા ખેરગામ અને કન્યાશાળા ખેરગામ નો સંયુક્ત શાળા પ્રવેશોત્સવ નો કાર્યક્ર્મ કુમારશાળા ખેરગામના પ્રાર્થનાખંડમાં રાખવામાં આવ્યો હતો. જેમાં બાલવાટિકા માં 20 કુમાર અને 18 કન્યાઓને તેમજ ધોરણ 1માં 3 કુમાર અને 3 કન્યાઓ મળીને કુલ 44 બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. શાળામાં અભ્યાસ કરતા વિશિષ્ટ પ્રતિભા ધરાવતા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તમામ બાળકોને શાળા પરિવાર તરફથી દફતર તથા વિવિધ પ્રકારની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ગાંધીનગર સચિવાલય શિક્ષણ વિભાગ થી ઉપસ્થિત ઉપ સચિવ  શ્રી આશિષભાઈ ચૌધરી સાહેબે તમામ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. શ્રી ચૌધરી સાહેબે ધોરણ 3 થી 8 ની ઉત્તરવહી અને એકમ કસોટી ચેક કરી શિક્ષકોને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્ર્મના અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.બાળકો માટેની નિપુણ ભારત કાર્યક્રમ અંતર્ગત ધોરણ 1 થી 8 માટે પૂરી પાડવામાં આવેલ વિવિધ શૈક્ષણિક સામગ્રી નું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું.આ પ્રસંગે  ગ્રામજનો,

Khergam (Toranvera) : ખેરગામ તાલુકાના તોરણવેરા ગામે તાલુકાનાં વિવિધ અધિકારીઓ દ્વારા ગ્રામજનોની જાગૃતિ માટે માર્ગદર્શન શિબિર યોજાઈ.

Image
  Khergam (Toranvera) : ખેરગામ તાલુકાના તોરણવેરા ગામે તાલુકાનાં વિવિધ અધિકારીઓ દ્વારા ગ્રામજનોની જાગૃતિ માટે માર્ગદર્શન શિબિર યોજાઈ. તારીખ : 23-06-2024નાં દિને ખેરગામ તાલુકાના  તોરણવેરા ગામે  મામલતદાર સાહેબશ્રી ડી.સી. બ્રાહ્મણકાચ્છ સાહેબની અધ્યક્ષતા હેઠળ  ખેરગામ તાલુકા વિકાસ અધિકારીશ્રી એમ.પી. વિરાણી સાહેબ, ખેરગામ પી.એસ.આઇ ગામિત સાહેબ, તાલુકા હેલ્થ ઓફિસર, નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી પાણીપુરવઠા, ડી.જી.વી.સી.એલ.તથા વિવિધ કચેરીનાં અધિકારીશ્રી સાથે ગામના વિવિધ પ્રશ્નો જેવા કે પાણી, રસ્તા, આરોગ્ય, શિક્ષણ, વીજળી, મહેસૂલનાં પ્રશ્નો, કાનૂની માર્ગદર્શન,અંગે વિસ્તૃત ચર્ચા કરી સોલ્યુશન લાવવા તથા ગ્રામજનોની જાગૃતિ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આજ રોજ તોરણવેરા ગામે ખેરગામ મામલતદાર સાહેબ શ્રી ના અધ્યક્ષતા હેઠળ તાલુકા વિકાસ અધિકારીશ્રી ખેરગામ તાલુકાના પી.એસ.આઇ... Posted by  Sunil Dabhadiya  on  Saturday, June 22, 2024

Nizar, kukarmunda : નિઝરના ખોડદા એકલવ્ય મોડેલ સ્કૂલમાં મુખ્ય શિક્ષક સજ્જતા તાલીમનું આયોજન

Image
 Nizar, kukarmunda : નિઝરના ખોડદા એકલવ્ય મોડેલ સ્કૂલમાં મુખ્ય શિક્ષક સજ્જતા તાલીમનું આયોજન

Navsari: ભીમભાઈ ભગવાનજી દેસાઈ હાઈસ્કૂલ દેગામમાં ઇકો ક્લબ અન્વયે "સ્વસ્થ જીવન શૈલીનો સ્વીકાર" વિષય પર વાર્તાલાપ યોજાયો.

Image
 Navsari: ભીમભાઈ ભગવાનજી દેસાઈ હાઈસ્કૂલ દેગામમાં ઇકો ક્લબ અન્વયે "સ્વસ્થ જીવન શૈલીનો સ્વીકાર" વિષય પર વાર્તાલાપ યોજાયો. શાળાઓના બાળકો દ્વારા પર્યાવરણનું જતન અને સંવર્ધન કરવાના ગુણ કેળવાય તે હેતુથી  પ્રકૃતિના સાનિધ્યમાં મુક્ત વિહારનું આયોજન કરી વિદ્યાર્થીઓના હસ્તે વૃક્ષારોપણ  કરાયું. નવસારી, તા.૧૬: નવસારી જિલ્લા સ્થિત ભીમભાઈ ભગવાનજી દેસાઈ હાઈસ્કૂલ દેગામમાં દ્વારા ઇકો ક્લબ અન્વયે "સ્વસ્થ જીવન શૈલીનો સ્વીકાર" વિષય પર વાર્તાલાપ કાર્યક્રમ યોજાયો હતો. ઈકો કલબ હેઠળ શાળાના શિક્ષિકા લક્ષ્મીબેન પટેલ દ્વારા વિધાર્થીઓ માટે નજીકના સ્થળે પ્રકૃતિના સાનિધ્યમાં મુક્ત વિહારનું  આયોજન કરી વિધાર્થીઓને પર્યાવરણની જાળવણી કેવી રીતે કરી શકે તે બાબતે માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત સ્થાનિક વિસ્તારની વિવિધ વનસ્પતિથી વિધાર્થીઓને વાકેફ કરી વિદ્યાર્થીઓના હસ્તે વૃક્ષારોપણ  કરાયું હતું.  વિદ્યાર્થીઓને નજીકના ગામ તથા સ્થાનિક પ્રવાસન સ્થળની મુલાકાત કરાવવી, વિધાર્થીઓના અલગ અલગ જૂથ બનાવી જુદા જુદા કામ સોંપવામાં આવ્યા હતા. જેમાં વનસ્પતિ શાસ્ત્ર, વિસ્તારનો ઇતિહાસ, ભૂગોળ, સ્થાનિક રીતિરીવાજો અને પરંપરાઓ,

ચીખલી તાલુકાના ગોડથલ ગામની માળી ફળિયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રીનો નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો.

Image
 ચીખલી તાલુકાના ગોડથલ ગામની માળી ફળિયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રીનો નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો. ચીખલી તાલુકાના ગોડથલ ગામની માળી ફળિયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રીનો નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો હતો.જેમાં ગણદેવી વિધાનસભાના માનનીય ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ ઉપસ્થિત રહી આજીવન માઁ સરસ્વતીની સાધના કરનાર શિક્ષિકા શ્રીમતી હંસાબેન પટેલને વંદન સહ પુષ્પગુચ્છથી અભિવાદન કરી સ્વસ્થ અને સમૃદ્ધ નિવૃત્ત જીવનની શુભકામનાઓ પાઠવી હતી. આજરોજ ચીખલી તાલુકાના ગોડથલ ગામે, માળી ફળિયા પ્રાથમિક શાળા ખાતે વયનિવૃત્ત થતા મુખ્ય શિક્ષિકા શ્રીમતી હંસાબેન પટેલના... Posted by Naresh Patel on  Tuesday, June 18, 2024

Nizar,Tapi : તાપી જિલ્લાની નિઝર તાલુકાની ૫૧ પ્રા.શાળામાંવિદ્યાર્થીઓની સલામતી માટે ફાયર સાધનોની ચકાસણી

Image
    Nizar,Tapi : તાપી જિલ્લાની નિઝર તાલુકાની ૫૧ પ્રા.શાળામાંવિદ્યાર્થીઓની સલામતી માટે ફાયર સાધનોની ચકાસણી  નિઝર તાલુકાની ૫૧ પ્રાથમિક શાળાઓમાં ફાયર સેફટી ચકાસણી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. નિઝર તાલુકામાં તા.૧૬-૬-૨૪ ના રોજ જિલ્લાકક્ષાએથી ફાયર સેફટીની સુવિધા અંતર્ગત શાળાઓમાં તાલુકાકક્ષાએ કલસ્ટર મુજબ કુલ પાંચ ટીમો બનાવી ફાયર સેફટીની સુવિધાની ઉપલબ્ધતાની ચકાસણી તાલુકાની તમામ શાળાઓમાં કરવામાં આવી હતી. જેમાં શાળા કક્ષાએ બનતા આકસ્મિક બનાવો નિવારવા માટે જરૂરી સાધનો અને સુવિધાઓ જેવી કે ફાયર ઈ સ્ટિંગ્યુસરના બોટલ, સીઓ-૨ તથા એબીસી, સુરક્ષિત વીજવાયરીંગ તથા નવ મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવતી શાળાઓમાં દરેક માળે ૧૦૦૦ ચો. મીટર વિસ્તાર પ્રમાએ ૧-૩ હોમ-રીલ હોમ એસેમ્બલી, ૧૦૦૦ લીટરની પાણીની ટાંકી, ૪૫૦ એલપીએ કેપેસીટીનો ઇલેકટ્રીક ફાયર પમ્પ વિગેરે સુવિધાઓ તેમજ ફાયર એનઓસી મેળવી છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓની સલામતીને પ્રાાથમિકતા આપી તાત્કાલિક તમામ શાળાઓમાં ફાયર સેફટીના સાધનોની ચકાસણી અને ખરાઈ કરવામાં આવી હતી. મોકડ્રીલ દ્વારા બાળકોને સલામતી બાબતે સમજૂતી આપવામાં આવતી હતી.

Navsari: નવસારી પોલીસ કર્મચારીઓના તેજસ્વી બાળકોને રોકડ ઈનામ આપી પ્રોત્સાહિત કરાયા.

Image
  Navsari: નવસારી પોલીસ કર્મચારીઓના તેજસ્વી બાળકોને રોકડ ઈનામ આપી પ્રોત્સાહિત કરાયા. નવસારી : નવસારી ટ્રાફિક પોલીસ ભવનમાં જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલના હસ્તે વેલફેર ફંડમાંથી પોલીસ કર્મચારીના તેજસ્વી વિદ્યાર્થીઓને રોકડ ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. નવસારી જિલ્લા પોલીસ દ્વારા વેલફેર ફંડ અંતર્ગત શૈક્ષણિક વર્ષ ૨૦૨૩- ૨૪ વર્ષના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના બાળકોને પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરવા બદલ રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ટ્રાફિક ભવનમાં યોજાયેલા આ કાર્યક્રમમાં પોલીસ વિભાગના કર્મચારી અને અધિકારીઓના ૩૨ વિદ્યાર્થીઓને કુલ રૂ. ૧.૫૫ લાખનો રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં એસ.પી. સુશીલ અગ્રવાલ, ડીવાયએસપી એસ.કે. રાય, પટેલ તથા ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઇ કે. એચ.ચૌધરી સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મહુડાનું ઝાડ, તાપી - ડાંગનાં સરહદી વિસ્તારના ગામો અને જંગલો, આદિવાસીઓનું જનજીવન.

 મહુડાનું ઝાડ, તાપી - ડાંગનાં સરહદી વિસ્તારના ગામો અને જંગલો, આદિવાસીઓનું જનજીવન. Video courtesy:  Facebook social media 

Songadh blogspot news: સોનગઢની 9 શાળાઓના 862 વિદ્યાર્થીને શૈક્ષણિક કિટ્સ અને યુનિફોર્મ વિતરણ

Image
    Songadh blogspot news: સોનગઢની 9 શાળાઓના 862 વિદ્યાર્થીને શૈક્ષણિક કિટ્સ અને યુનિફોર્મ વિતરણ

Valsad,Navsari,Dang News paper updates 15-06-2024 :Valsad, Vapi, Kaprada, Umargam, Dharampur,Pardi, Nana Pondha, Mota Pondha,Navsari, Jalalpor, Gandevi, chikhli, Khergam, vansda,Dang, Ahwa, Vaghai, Subir, Saputara,

Image
Valsad,Navsari,Dang News paper updates 15-06-2024 :Valsad, Vapi, Kaprada, Umargam, Dharampur,Pardi, Nana Pondha, Mota Pondha,Navsari, Jalalpor, Gandevi, chikhli, Khergam, vansda,Dang, Ahwa, Vaghai, Subir, Saputara,  Courtesy: News paper