Popular posts from this blog
સુરત (ઝંખવાવ) : માંગરોળના ઓગણીસા ગામના યુવકે આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું.
સુરત (ઝંખવાવ) : માંગરોળના ઓગણીસા ગામના યુવકે આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું. માંગરોળ તાલુકાના ઓગણીસા ગામના યુવક નિર્મલભાઈ અજીતભાઈ વસાવાએ આદિવાસી સમાજનુ ગૌરવ વધાર્યું હતું. સુરત જિલ્લાના અંતરીયાળ વિસ્તારના યુવકે ખેલ મહાકુંભ ૨.૦ અંતગર્ત રાજ્યકક્ષાની ઓપન એ ગ્રુપમાં ભાઇઓની બોક્સીંગ રમતની સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ અને સર્ટિફિકેટ પ્રાપ્ત કરીને પરીવાર, ગામ, સમાજનુ ગૌરવ વધાર્યું હતુ. શ્રી અટલબિહારી વાજપેયી સરકારી વિનયન અને વાણિજય કોલેજના વિદ્યાર્થી અને માંગરોળ તાલુકાના ઓગણીસા ગામના વતની એવા નિર્મલ ભાઈ અજીતભાઈ વસાવાએ હાલમાં અમદાવાદ,નિકોલ ખાતે ચાલી રહેલ ખેલ મહાકુંભ ૨.૦ અંતગર્ત રાજ્યકક્ષાની ઓપન એ ગ્રુપમાં ભાઈઓની બોક્સીંગ રમતની સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ અને સર્ટિફિકેટ પ્રાપ્ત કરીને વાંકલ કોલેજ અને આદિવાસી સમાજનું નામ રોશન કર્યું છે આ પ્રસંગે વાંકલ કોલેજના આચાર્ય ચૌધરી દિપકભાઈ તથા કોચ પ્રો. વિજયભાઇ દવે તથા શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમા રમતગમત ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરી ઉચ્ચ સ્થાન મેળવવા શુભેચ્છાઓ પાઠવી હતી.
About Songadh Taluka|સોનગઢ તાલુકા વિશે
About Songadh Taluka|સોનગઢ તાલુકા વિશે - સોનગઢ તાલુકો ભારતના ગુજરાત રાજ્યના તાપી જિલ્લામાં આવેલો તાલુકો છે. - સોનગઢ તાલુકાની કુલ વસ્તી 229,782 છે. - સોનગઢ તાલુકાનો કુલ સાક્ષરતા દર 66.69% છે. - સોનગઢ તાલુકાની કુલ બાળ વસ્તી 26,304 છે. - સોનગઢ તાલુકો આગળ ત્રણ નગરો અને 175 ગામોમાં વહેંચાયેલો છે. - સોનગઢની સરેરાશ ઊંચાઈ 112 મીટર (367 ફૂટ) છે. સોનગઢ તાલુકાનો ઈતિહાસ - ગુજરાત રાજ્યના સોનગઢ તાલુકામાં મૂળ ભીલ શાસકોનું શાસન હતું. - 1719માં પિલાજીરાવ ગાયકવાડે સોનગઢ પર કબજો કર્યો. - સોનગઢ કિલ્લાનું નિર્માણ ગાયકવાડ વંશના સ્થાપક પિલ્લાજી રાવ ગાયકવાડે 1729 થી 1766 ની વચ્ચે કરાવ્યું હતું. - દુશ્મનો પર નજર રાખવા માટે આ કિલ્લો ઊંચી ટેકરીની ટોચ પર એક અનુકૂળ બિંદુ તરીકે બનાવવામાં આવ્યો હતો. - આ કિલ્લો ભારતીય વાસ્તુકલાનું એક ઉદાહરણ છે જેની રચનામાં મુઘલો અને મરાઠા બંનેના પ્રભાવ જોવા મળે છે. - કિલ્લાની વધારે ઉંચાઈ નથી અને કિલ્લાની ટોચ પર પહોંચવામાં અંદાજે અડધો કલાક લાગે છે. સોનગઢ તાલુકાના પ્રખ્યાત સ્થળો - સોનગઢનો કિલ્લો: 'સોન' એટલે સોનાનો અર્થ અને 'ગઢ' એટલે કિલ્લો જેનો અર્થ થાય છે ...

Comments
Post a Comment